[1] ઉતાવળે પરણીને આપણે નિરાંતે પસ્તાઈએ છીએ !
[2] ભેગા થવું એ શરૂઆત છે,ભેગા રહેવું તે પ્રગતિ છે,પરંતુ ભેગા મળી કામ કરવું તે સફળતા છે.
[3] ‘નથી’ તેની ચિંતા છોડશો તો ‘છે’ તેનો આનંદ માણી શકશો.
[2] ભેગા થવું એ શરૂઆત છે,ભેગા રહેવું તે પ્રગતિ છે,પરંતુ ભેગા મળી કામ કરવું તે સફળતા છે.
[3] ‘નથી’ તેની ચિંતા છોડશો તો ‘છે’ તેનો આનંદ માણી શકશો.
[4] જીભ કદાચ તોતડી હશે તો ચાલશે, પરંતુ તોછડી હશે તો નહિ ચાલે.
[5] મેળવજો નીતિથી,વાપરજો પ્રીતિથી, ભોગવજો રીતિથી, તો બચી જશો દુર્ગતિથી.
[6] દુશ્મન કરતાં દોસ્તને માફ કરી દેવાનું કામ વધુ કપરું છે…!!
[7] જરૂર કરતાં વધારે જમવું એટલે સ્મશાનમાં જવું !
[8] પત્નીની વાત પતિ ખરેખર સાંભળતો ત્યારે હોય છે, જ્યારે પોતાની પત્ની ઉચ્ચારતી ન હોય તેવો શબ્દેશબ્દ એ સમજી જતો હોય !
[9] લગ્ન જીવન સફળ બનાવવા માટે અનેક વાર પ્રેમમાં પડવું જરૂરી છે –હંમેશા એની એ વ્યક્તિ સાથે.
[10] માતાનું હૈયું એ શિશુની શાળા છે.